શનિવાર, 31 ડિસેમ્બર, 2011

છે


લખવું એમના રૂપ વિશે કંઈક, દોસ્ત,બહુ કઠિન છે;
બસ એ જ એક એ દુનિયામાં સહુથી વધુ હસીન છે.


રૂપની રાણી, મારા સપનાંની છે એક મલિકા એઓ;
હર અદા એમની નિરાલી, દિલધડક ને કમસિન છે.


રૂપનો એમનો એવો જાદુ છવાયો મારા મન પર;
જગમાં હર હસીનાઓ મને તો લાગે સાવ હીન છે.


એમના નામે ધડકતું જ રહે આ દિલ મારું ધક ધક;
મારા ઘાયલ દિલની હર ધડકનો એમને આધીન છે.


એમના વિના કોણ જાણે કેવા તે અહીં મારા હાલ છે;
તરફડું હર પળ જાણે જલની બહાર કોઈ મીન છે.


એક ધડકન ,એક વિચાર, એક શ્વાસોશ્વાસ છે અમારાં;
ભલેને તનમન અમારાં જોજને દૂર દૂર સાવ ભિન છે.


ચેન મને હવે એક પળ નથી,એમ કંઈ સુજતું ય નથી;
બસ એમના વિચારો,એમના જ ખયાલો નિશ દિન છે.
 

બહુ લખ લખ કરતો રહે છે નટવર હરદમ એમ તો
;
એમના વિશે કંઈક લખવા માટે કલમ મારી દીન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું