મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

આંસું ખારા.....

આવ્યા છે આંખોમાં આંસું ખારા;
ને તો ય લાગે છે હવે એ સારા.

ન કોઈ આવે મને ખયાલ બીજા;
હર પળ કરું હું તો વિચાર તારા.


જેવી રીતે સ્મરતો રહું છું હું તને;
કદી તને આવે છે વિચાર મારા?

કેવી રીતે વિતાવું હું વસમી રાત?
પડે છે ઓછા ગણવાને આ તારા.

હળવેથી ઉતારશો મારા શિરેથી;
છે વજનદાર આ સપનાનાં ભારા.

પ્યાસા હોય એની વચ્ચે રહે અંતર;
તરસ્યા રહે બન્ને, છલકાતા કિનારા.

હસતા હસતા જાન લઈ જાય એ;
જે કદી હોય જાનથી વધુ પ્યારા.

કેવો હતો,કેવો થઈ ગયો નટવર?
કરે છે ચિંતા મારી દોસ્તો બિચારાં!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું