સોમવાર, 26 ડિસેમ્બર, 2011

અંધારું ઝળહળી રહ્યું છે

અંદરો અંદર કોણ મને સતત છળી રહ્યું છે?
ભીતર એક ખૂણામાં અંધારું ઝળહળી રહ્યું છે.

મનગમતું લોક વસતું રહે છે કોસ કોસ દૂર;
અણગમતું લોક મને રોજ રોજ મળી રહ્યું છે.


જ્યાં જ્યાં ચરણ પડ્યા હતા સનમ તમારા;
સજદામાં શિર મારું વારે વારે ઢળી રહ્યું છે.

દીધા ન આજે એમણે રૂપાળા દર્શન ઝરૂખે;
એમની ઝાંખી કાજ ટોળું ટળવળી રહ્યું છે.

ગયા છો એક વાર મળીને સનમ એવા તમે;
જીવન મારું પળે પળ બન્ને છેડે બળી રહ્યું છે.

એક તો જામ અધૂરું જિંદગીનું છલકાય ઘણું;
ને સનમ હવે એ ચારે તરફથી ગળી રહ્યું છે.

ઝંખનામૃત થીજી ગયું હતું કોઈને ચાહવાનું;
નજમ બની નટવર ધીમેથી ઓગળી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું