રવિવાર, 4 એપ્રિલ, 2010

તું


નજર નજરનો ફેર છે.
જો સુંદરતા અહિં ઠેર ઠેર છે.

આપણે મળ્યા એક નજર
આપણી વાતો ઘેર ઘેર છે.

તારા વિચારો ને તારી યાદ
પ્રભુની આપણા પર મહેર છે.

તું નથી સાથે તો શુ થયું?
તારા સપનાથી અહિં લહેર છે.

તારી ચાહ ને તારી જ રાહ
  ફરી આવવાની કેટલી દેર છે?

મારી ગઝલ ને તારી સ્મૃતિ
મારી ગઝલનો તું એક શેર છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું