રવિવાર, 14 માર્ચ, 2010

મુકામ

મહેફિલમાં ગયો, હું કોઈને કામ ન આવ્યો.
શાકી મારા સુધી આજ તારો જામ ન આવ્યો.
 ક્યારની લોગ ઇન થઈ છે રાધા આજે
ફેઈસબુક પર આજ એનો શ્યામ ન આવ્યો!
 ઇમેઈલ ચેક કરી વારંવાર ગોપીએ
કનૈયાનો આજ કોઈ પયગામ ન આવ્યો!
વર્ડપ્રેસ જોયા ને બ્લોગસ્પોટ ખંખોળ્યા
મારા જેવો ત્યાં કોઈ બદનામ ન આવ્યો.
 ચાલતો રહ્યો ‘નટવર’ જિંદગીભર એકલો
પુરી થઈ જિંદગી, કોઈ મુકામ ન આવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું