રવિવાર, 14 માર્ચ, 2010

પ્રેમ

તને કરવો મારે પ્રેમ નિરંતર
ભલે હોય વચ્ચે ખાસું અંતર! 
ન શોધ પ્રભુને મંદિર-મસ્જીદમાં
જરા દેખ કબીરા, તારી ભીતર!! 
ભૂલો પડ્યો હર શખ્સ અહિં
દુનિયા જાણે એક જંતર-મંતર!
ઉડી જાય જીવ છોડી તનને
રહી જાય ખાલી ખાલી પિંજર!
ન કહે દિલની વાત મહેફિલમાં
રાખ થોડું ‘નટવર’ અંદર અંદર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું