પરદેશમાં વસી દેશને યાદ કર્યા કરે છે
સર્વ સુખો વચ્ચે એ ફરિયાદ કર્યા કરે છે.
સર્વ સુખો વચ્ચે એ ફરિયાદ કર્યા કરે છે.
કેમ આવ્યો, ક્યાં આવ્યો, શીદને આવ્યો
સ્વની સાથે હંમેશ એ સંવાદ કર્યા કરે છે.
સ્વની સાથે હંમેશ એ સંવાદ કર્યા કરે છે.
સાંભળતો નથી ખુદનો અવાજ એ ક્યારેય
ને અન્યોને શિદ એ સાદ કર્યા કરે છે?
ને અન્યોને શિદ એ સાદ કર્યા કરે છે?
ભુતકાળને વિસરી નથી શકતો વર્તમાનમાં
આ જીવતર બસ એ બરબાદ કર્યા કરે છે.
આ જીવતર બસ એ બરબાદ કર્યા કરે છે.
ફર્યા કરે છે હવેલીમાં, કોરો રહે એ હેલીમાં
ડોલર/પાઉન્ડનો એ વરસાદ કર્યા કરે છે.
ડોલર/પાઉન્ડનો એ વરસાદ કર્યા કરે છે.
ભલે નથી સાંભળતું કોઈ આ ‘નટવર’ને
એની તો આદત છે, એ નાદ કર્યા કરે છે.
એની તો આદત છે, એ નાદ કર્યા કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું