શનિવાર, 27 માર્ચ, 2010

સપનામાં સપનુ

સપનામાં  આજ એને મળ્યો રૂબરૂ.
જેવી ધારી હતી મેં એવી છે હુબહુ!
 
જરા સ્પર્શ્યો એના ગુલાબી ગાલોને
હજુ ય મારી હથેળીમાં છે એની ખુશ્બુ!
 
હોઠ ખામોશ રહ્યા અમારા બન્નેના
નજરોથી થઈ ગઈ છે બધી ગુફ્તગુ.
 
થઈ ગઈ મારા દિલની ધડકનો તેજ
જાણે લાખો કબુતર કર્યા રાખે છે ગુટરગુ.
 
સપનામાં જોયા રાખું એનું જ સપનુ
 કહે ‘નટવર’ કોને જઈને હવે એ હું કહું?

1 ટિપ્પણી:

  1. સપનામાં જોયા રાખું એનું જ સપનુ
    કહે ‘નટવર’ કોને જઈને હવે એ હું કહું? ....

    After reading your Vartao...now to this Section.Nice !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Not seen you on Chandrapukar...Hope to see you soon !

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું