મંગળવાર, 20 ઑક્ટોબર, 2009

મોબાઈલ ટુ મોબાઈલ..


પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

જુદા જુદા રિંગટોન ભલે ડાઉનલૉડ કર્યા આપણે અહિં
ખરો રિંગટોન તો આત્માનો ક્યાં કોઈને સંભળાય છે ?

તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
ને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!

મારા પ્રેમનો કોરો ટેક્ષમેસેજ હમણા  સેંડ કર્યો છે  તને
તું વાંચી  લે જે મારા સંદેશમાં જે કંઈ તને વંચાય  છે.

જો મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
ને તને રોમાંસ કરવાનો ચાર્જ તો ય કેમ લાગી જાય છે?

રિચાર્જ કરવાની તારી રીત નિરાલી છે કે તું થતી નથી
ને મારા સિમકાર્ડમાં તો તારો ઈતિહાસ સમાય જાય છે!

પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

(http://www.vasantiful.com/?p=253 ના પ્રતિભાવમાં સ્ફુરેલ લોન્ગ ડિસ્ટન્સ વિચારો હિરલબેન વ્યાસના હાર્દિક આભાર સાથે.)



3 ટિપ્પણીઓ:

  1. keep writing Natvarbhai....

    I hope my 'mobile' give mobility to all.

    Thank You

    જવાબ આપોકાઢી નાખો
  2. Natwarbhai Mehta,

    Tamari kuldevi mara gam maniaari chhe ne ?
    Kranti patel
    +91 9376223851
    Skype ID Kantilalpatel

    જવાબ આપોકાઢી નાખો
  3. તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
    ને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!

    very nice

    Lata Hirani

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું