આ મોસમ જો બદલાતી ન હોત શું થાત
ચાલો,આજે આપણે એની કરીએ કોઈ વાત… આ મોસમ…
ન રંગ હોત આ ફિંઝાઓમાં ન કોઈ રૂપ હોત
જાણે કે અહિં હોત કાયમ વસમી કોઈ રાત… આ મોસમ…
ન કોયલના ટહૂકાઓ ન કલાપીનો કેંકારવ
આ અવનિ જાણે થઈ ગઈ હોત સાવ શાંત…. આ મોસમ…
ન હોત અહિં ખરતાં પર્ણોનો કોઈ સળવળાટ
ને આ વહેતો સમીર કરતે કોની સાથે વાત??…આ મોસમ…
બદલાતી મોસમ છે જાણે બદલાતી જિંદગી
જિંદગીમાં જાણે સમાયા મોસમના રંગ સાત… આ મોસમ…
(મા. દિલીપભાઈની એમના બ્લોગ પરની ગઝલ 'મોસમો બદલાય છે....' ને માણતા માણતા ત્વરિત સ્ફૂરેલ આ વિચારો માટે દિલીપભાઈ ગજ્જરનો આભારી છું )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું