આજ મેં તારો ચહેરો જોયો ગુલાબમાં
તોડી પાંખડી એની મેં મુકી કિતાબમાં...
કેવી રીતે કહું હું ચાંદ તને સનમ?
જોને હજુ ય ઘણા દાગ છે મહાતાબમાં...
ન મળી એમ તો તું કદી રૂબરૂ મને
તો પછી શીદને મળ્યા કરે છે ખ્વાબમાં?
લખ્યા મેં તો તને કેટલાંય પ્રેમ પત્રો
તેં ખત સાવ કોરો મોકલ્યો જવાબમાં...
શું જોઉં જિંદગીના છેલ્લાં લેખા-જોખાં ?
ઘણી ભુલો રહી ગઈ જિવનના હિસાબમાં...
નથી થતો નશો હવે આ 'નટવર'ને...
પહેલાં જેવી ક્યાં છે મજા શરાબમાં ?
તોડી પાંખડી એની મેં મુકી કિતાબમાં...
કેવી રીતે કહું હું ચાંદ તને સનમ?
જોને હજુ ય ઘણા દાગ છે મહાતાબમાં...
ન મળી એમ તો તું કદી રૂબરૂ મને
તો પછી શીદને મળ્યા કરે છે ખ્વાબમાં?
લખ્યા મેં તો તને કેટલાંય પ્રેમ પત્રો
તેં ખત સાવ કોરો મોકલ્યો જવાબમાં...
શું જોઉં જિંદગીના છેલ્લાં લેખા-જોખાં ?
ઘણી ભુલો રહી ગઈ જિવનના હિસાબમાં...
નથી થતો નશો હવે આ 'નટવર'ને...
પહેલાં જેવી ક્યાં છે મજા શરાબમાં ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું