થાક્યો હું તો વારંવાર જઇ દવાખાને
મેં તો હવે જવા માંડ્યુ છે મયખાને..
દવામાં દારૂ તો હવે છે જીવને સારૂં
ભલે એ વાત કોઇ માને યા ન માને..
ભલે તું બંધ કરશે દરવાજા મારા માટે
હું તો પીવા આવીશ કોઇ પણ બહાને..
કોઇ પીએ એકલાં, કોઇ પીએ મહેફિલમાં
રસમ પીવાની બદલાઇ છે જમાને જમાને..
શાકી, તારી વાત લાગે છે સાવ સાચી મને
લખ્યું છે નામ પીનારાનું પયમાને પયમાને
તારા રૂપનું અજવાળું છે પુરતું અહિં..
હોલવી દે તુ હવે આ હોલવાતા દીવાને
શાકી, ન ખોલ તું હિસાબના ચોપડાં આજે
નામ છે નટવરનું ઉધારીના પાને પાને..
"શાકી, ન ખોલ તું હિસાબના ચોપડાં આજે
જવાબ આપોકાઢી નાખોનામ છે નટવરનું ઉધારીના પાને પાને..""ભાઈ ભાઈ...કમાલ કરી..છેલ્લો શેર લા'જવાબ હો...!