સોમવાર, 23 ફેબ્રુઆરી, 2009

હોય છે...

પ્રભુ માની જેને પુજો એ પથ્થર હોય છે.

પ્રભુ ક્યાં કદી પથ્થરની ભીતર હોય છે?


જરૂર અહિં ક્યાંક થોડીક તો ગરબડ છે

તરણા ઓથે ક્યાંક કોઈ ડુંગર હોય છે!


પંખી ઊડી જાય છે જો ઊડવું હોય તો,

ભલેને સોનાનુ એનું પિંજર હોય છે


મળ્યા કરે સહુ એક બીજાને ભેટીને.

એમના દિલો વચ્ચે ય અંતર હોય છે


કરતા રહો પ્યાર તમે જિંદગીભર જેને

એને ક્યાં કદી એની કોઈ ખબર હોય છે!


તમારી રાહમાં વિતાવી મેં મારી જિંદગી

દિવાનાઓમાં એક જ નટવર હોય છે !!

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું