મળી નજર પણ ન કોઇ વાત થઇ
આ તે કેવી આપણી મુલાકાત થઇ..
હારી ગયો દિલ હું પ્યારની બાજીમાં
મારાથી ન તો મારી વકીલાત થઇ..
કરતો રહ્યો હું પ્યાર તને મનોમન
પણ મારાથી ન કોઇ કબૂલાત થઇ..
દિવસો વિત્યા તારી રાહમાં સજની
ને જો વસમી મારી દરેક રાત થઇ..
શરૂ થઇ ને જલ્દી પુરી પણ થઇ
પ્રેમકહાણીની આ કેવી શરૂઆત થઇ..
વાહ વાહ થઇ રહી છે મહેફિલમાં
લો નટવરની ગઝલની રજૂઆત થઇ...
very different and simple
જવાબ આપોકાઢી નાખો