રવિવાર, 19 ઑક્ટોબર, 2008

ન પુછ....

ન પુછ, શું થયા રાખે છે મારા મનમાં,
દિલ મારું હું મુકી આવ્યો છું વતનમાં...

અહિં તો આમ તો સહુ સારી માફક છે.
બસ, ખામી છે ક્યાંક કોઇના જતનમાં...

ખુશ્બોના સાગર છે કાગળના પુષ્પોમાં
ને ગેસ*ની ગુંગળામણ છે આ પવનમાં...

હું અહિં છું કે નથી એ કેમ ખબર પડે
બાકી જીવ નથી રહ્યો આ તુટેલ તનમાં...

કોણ કહે છે કે હું હસતો રહું છું હરદમ
બસ, આવવા નથી દેતો આસું નયનમાં...

આવીને કોણ ઓઢાડી ગયું આ નટવરને?
એના આસુંના દાગ રહી ગયા છે કફનમાં..

(*ગેસ- અહિં અમેરિકામાં પેટ્રોલને ગેસ કહેવામાં આવે છે)

4 ટિપ્પણીઓ:

  1. Very Nice,
    આવીને કોણ ઓઢાડી ગયું આ નટવરને?
    એના આસુંના દાગ રહી ગયા છે કફનમાં..
    I like it.

    જવાબ આપોકાઢી નાખો
  2. કોણ કહે છે કે હું હસતો રહું છું હરદમ
    બસ, આવવા નથી દેતો આસું નયનમાં...

    Too Good...

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું