ન પુછ, શું થયા રાખે છે મારા મનમાં,
દિલ મારું હું મુકી આવ્યો છું વતનમાં...
અહિં તો આમ તો સહુ સારી માફક છે.
બસ, ખામી છે ક્યાંક કોઇના જતનમાં...
ખુશ્બોના સાગર છે કાગળના પુષ્પોમાં
ને ગેસ*ની ગુંગળામણ છે આ પવનમાં...
હું અહિં છું કે નથી એ કેમ ખબર પડે
બાકી જીવ નથી રહ્યો આ તુટેલ તનમાં...
કોણ કહે છે કે હું હસતો રહું છું હરદમ
બસ, આવવા નથી દેતો આસું નયનમાં...
આવીને કોણ ઓઢાડી ગયું આ નટવરને?
એના આસુંના દાગ રહી ગયા છે કફનમાં..
(*ગેસ- અહિં અમેરિકામાં પેટ્રોલને ગેસ કહેવામાં આવે છે)
હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી !! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે..દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ..ને મનમાં ઉતરવી જોઇએ..બરાબરને??
નટવર મહેતાના કવિતા કિલ્લોલમાં આપનું હાર્દિક સ્વાગત છે...
સમયાંતરે મારી કૃતિ કે પછી મને ગમતી કૃતિ રજુ કરવાની નેમ છે ને પછી તમને પુછવું છે કે એ કેમ છે...
રવિવાર, 19 ઑક્ટોબર, 2008
ન પુછ....
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Very Nice,
જવાબ આપોકાઢી નાખોઆવીને કોણ ઓઢાડી ગયું આ નટવરને?
એના આસુંના દાગ રહી ગયા છે કફનમાં..
I like it.
abhinandan!
જવાબ આપોકાઢી નાખોsaras kavitaa Chhe
કોણ કહે છે કે હું હસતો રહું છું હરદમ
જવાબ આપોકાઢી નાખોબસ, આવવા નથી દેતો આસું નયનમાં...
Too Good...
Fresh. Good Gazal.
જવાબ આપોકાઢી નાખો