શુક્રવાર, 29 ડિસેમ્બર, 2017

સુફિયાના...


પીવા  માટે ય ખૂટી પડ્યા છે  હવે  બહાના
;
રોજ રોજ  હવે હું બદલ્યા કરું  છું મયખાના.

બહુ પીધા રાખ્યું છે તારી નશીલી આંખોથી;
સાકી,  આજ છલકાવી દે સહુના  પયમાના.

શરાબ છે,  કંઈ ગંગાજળ નથી પીધું અમે;
થોડું પીઓ કે વધુ, કદમ તો ડગમગવાનાં.

શમાને બુઝાવી સાકી, હટાવી દે તું  નકાબ;
છીએ અમે તારા રૂપ પર જલતા પરવાના.

અમે તો પીતા આવ્યા  બુંદ  બુંદ અધરોથી;
ભલે એમ બદલાય જાય  કેટલાંય જમાના.

જરાક જો કદી જામ છલકાયા કે ટકરાયા;
એટલી વાતમાં થઈ જાય મોટા અફસાના.

આ અસર સાકીની છે કે પછી છે એ મયની;
નવટાંક પીધા પછી બને માહોલ સુફિયાના.

વાત નટવરની સાવ નિરાલી આ દુનિયાથી;
એ દિવાનો,પાછળ એની ભમતા રહે દિવાના.

ઇશ્ક એ જ ઈમાન...



બેપનાહ ઇશ્ક જ એનો ઈમાન છે;
બાકી દિલ મારું બહુ બેઈમાન છે.

તું છે તો હું છું ને હું છું તો તું છે;
આમ હું ને તું બન્ને સમાન છે.

ભલે તારી પાસે નજરોનું તીર છે;
તો મારી પાસે જ એની કમાન છે.

તારા અમર ઇશ્કનું ગરૂર છે મને;
અને મારા પ્રેમનું તને ગુમાન છે.

એક વાર તો ફરમાવીને જોઈ લે;
કરીશ પૂરા જે અધૂરા અરમાન છે.

તું માને યા ન માને તારી મરજી;
મને ન ભૂલીશ, મારું ફરમાન છે.

હું નથી કહેતો તને,તું ન કહે મને;
એકબીજા પ્રત્યે આપણને માન છે.

ક્યાં સુધી રહીશું પારકા ઘરે હવે?
હરેક ઘડી બે ઘડીના મહેમાન છે.

નથી રહી ફિકર નટવરને હવે તો;
એની સાથ તો સદા રહેમાન છે.

ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

કેવી રીતે ઊંઘશો?


તકિયા નીચે રાખીને  મારી યાદ, કેવી રીતે ઊંઘશો?
કોઈ  સાંભળે તમારી ફરિયાદ,  કેવી રીતે ઊંઘશો?


વાદળો ગરજશેવીજળી  ચમકશે, અંધારૂં ય ઘેરાશે!
આંખમાંથી ઓચિંતો થશે વરસાદકેવી રીતે ઊંઘશો?


સપનાંઓ છળશેએકલતા મળશેને પથારી કરડશે!
ખુદમાંથી કરી મને બિલકુલ બાદકેવી રીતે ઊંઘશો?


વસમી વાસનાઓ ઢંઢોળી, અસીમ ઇચ્છાઓ ઓઢીને;
અધૂરી રાખીને તનમનની મુરાદ,  કેવી રીતે ઊંઘશો?


તારાઓ ગણાય જશે સહુચાંદ ઊગીને આથમી જશે;
કરશે ખામોશી તમારી સાથે સંવાદ, કેવી રીતે ઊંઘશો?


શ્વાસ ઉચ્છવાસ સાથે સતત લડશે, નિસાસા  નંખાશે!
ખુદને ઇશ્કમાં કરીને સાવ બરબાદકેવી રીતે ઊંઘશો?


તન તડપશેમન તરફડશે ને આગ દામનમાં લાગશે;
દબાવી ઊછળતો ઊનો ઊનો ઉન્માદ,કેવી રીતે ઊંઘશો?


શબ્દ શબ્દ અક્ષર અક્ષર નટવરની કવિતાના છે તમારા!
ધડકનો દિલની કરશે ઇર્શાદ ઇર્શાદકેવી રીતે ઊંઘશો?