શુક્રવાર, 29 ડિસેમ્બર, 2017

સુફિયાના...


પીવા  માટે ય ખૂટી પડ્યા છે  હવે  બહાના
;
રોજ રોજ  હવે હું બદલ્યા કરું  છું મયખાના.

બહુ પીધા રાખ્યું છે તારી નશીલી આંખોથી;
સાકી,  આજ છલકાવી દે સહુના  પયમાના.

શરાબ છે,  કંઈ ગંગાજળ નથી પીધું અમે;
થોડું પીઓ કે વધુ, કદમ તો ડગમગવાનાં.

શમાને બુઝાવી સાકી, હટાવી દે તું  નકાબ;
છીએ અમે તારા રૂપ પર જલતા પરવાના.

અમે તો પીતા આવ્યા  બુંદ  બુંદ અધરોથી;
ભલે એમ બદલાય જાય  કેટલાંય જમાના.

જરાક જો કદી જામ છલકાયા કે ટકરાયા;
એટલી વાતમાં થઈ જાય મોટા અફસાના.

આ અસર સાકીની છે કે પછી છે એ મયની;
નવટાંક પીધા પછી બને માહોલ સુફિયાના.

વાત નટવરની સાવ નિરાલી આ દુનિયાથી;
એ દિવાનો,પાછળ એની ભમતા રહે દિવાના.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું