જીવવા માટે અનેક કારણ જરૂરી છે,
હું પણ જરૂરી છું ને તું પણ જરૂરી
છે.
એમ તો સૌ એકલાં જ મરી જાય છે,
પણ જીવવા કોઈ ખાસ જણ જરૂરી છે.
પ્યાસ સહરાની લઈને ક્યાં ભટકાય?
મૃગજળને પીવા ય એક રણ જરૂરી
છે.
રોજની રામાયણ તો આજે ય થાય છે,
કોઈ ઇચ્છાનું માયાવી હરણ જરૂરી છે.
જિંદગી સાથે રહી અજાણ્યા રહી જવાય,
ઓળખાણ માટે બસ,એક ક્ષણ જરૂરી
છે.
ગઝલ લખતા લખતા તો લખાઈ જાય,
મરમ એનો માણવા સમજણ જરૂરી છે.
દોસ્ત યાર સનમને ય જાણવા નટવર,
ક્યારેક ખરી કે ખોટી ચણભણ જરૂરી છે.