શનિવાર, 27 જાન્યુઆરી, 2018

તકેદારી...




તકેદારી ખૂબ રાખી મેં વહેવારમાં,
એથી જ નિષ્ફળ થયો છું પ્યારમાં.

ઉંબર એમ તો ખાસ ઊંચો ય નથી,
તો ય ઘણી વાર અટક્યો છું દ્વારમાં.

પાસે તો સૌ છે પણ સાથે કોઈ નથી,
નાહક જ ચાલવું પડે છે વણઝારમાં.

આવી કિનારે ભલે ડૂબી ગયો હું યાર,
ઘણાને તાર્યા છે મેં પણ મઝધારમાં.

જેને કદી પણ યાદ ન કરવાના હોય,
સતત એ જ છવાયેલ રહે વિચારમાં.

હારવાનું નક્કી હતું મારું પહેલેથી જ,
ખુદ સાથે રોજ થતી મારી તકરારમાં.

કહેવાનું જે હતું એ જ ન કહ્યું નટવરે,
હતું જે મોઘમ,આવી ગયું ચકચારમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું