શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

એક તરસ...

જ્યાં સુધી જિંદગીમાં છે એક તરસ;
જિંદગી એવી જીવવામાં રહે છે રસ.

ઇશ્કની એ પળ આવે છે જિંદગીમાં;
દૂર થઈ જાય જિંદગીનું હર તમસ.

કદીય જે જીતી નથી શક્યો યાર એ;
ખુદ સાથે થતી રહે છે સદા બહસ.

સાવ કોરો રહી ગયો હું વરસાદમાં;
સનમ, મારા પર મન મૂકીને વરસ.

આપવું જ જો હોય તો પ્રભુ આપજે;
આ જિંદગીમાં એક જ સાચો ખલસ.

આ દુનિયામાં ન તો હું, ન તો તમે,
સૌ કોઈ છે અહીં લાગણીને પરવશ.

આજે ખુશ તો બહુ છે નટવર પણ;
નજૂમીએ કહ્યું સારું જશે આખું વરસ.

[ખલસ= ખરો મિત્ર (સંદર્ભઃગુજરાતી લૅક્સિકોન]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું