શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

શું શું વીતી છે?

ન પૂછો યારો, અમારા પર શું શું વીતી છે?
ખુદને હારીને જિંદગીને અમે માંડ જીતી છે.

એમણે આપ્યા કેટલાક જખમો ગણી ગણી;
એથી દૂઝતા જખમો સાથે અમને પ્રીતિ છે.

જાલિમ ઇશ્કને નિકમ્મા કર દિયા હૈ હમકો;
સૌ કોઈની અહીં બસ એવી જ આપવિતિ છે.

કેવી રીતે બહાર નીકળું હું? સમજાતું નથી;
ચારે કોર એમના જ હુસ્નની પરિમિતિ છે.

એઓ અમને સદા યાદ કરે જરૂરી તો નથી;
એઓ અમને સાવ વીસરી જાય એ ભીતિ છે.

દિલ લઈને દિલ આપ્યું છે અમે તો ઇશ્કમાં;
યારો, આપણી તો પહેલેથી જ આ નીતિ છે.

સજા નક્કી જ હતી અમારા ઇશ્કના ગુનાની;
મારા હબીબે બનાવેલ રકીબોની સમિતિ છે.

શું છે નટવરની આ કવિતાઓ, આ કવનો?
આલમ-એ-ઇશ્કની એ સાચી અથથી ઇતિ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું