શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

અણધારી છે...

કેટલીય વાતો જે હજુ અણધારી છે;
બસ આ બે ચાર લોકોએ વધારી છે.

ખયાલ એના આવ્યા દિલમાં મારા;
ને મહેફિલ ખામોશીની દરબારી છે.

આપણું તો બધું જ છે જલ્દી જલ્દી;
ને કામકાજ એનું સાવ સરકારી છે.

મારા હાસ્યને નિહાળ્યું છે દુનિયાએ;
ને દિલમાં બસ બેકરારી બેકરારી છે.

એ જ દર્દ આપે છે બહુ જિંદગીભર;
વ્યક્તિ જે જાનથીય વધુ પ્યારી છે.

લાગી છે આગ બરફમાં આજે કેમ?
માંડ પાણી છાંટી છાંટી એ ઠારી છે.

ન પૂછો કેવી હાલત છે નટવરની?
જેવી છે તમારી,  એવી જ મારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું