શનિવાર, 13 ડિસેમ્બર, 2014

ગૂંચવાઈ ગઈ છે

દિલની  વાત ગૂંચવાઈ ગઈ છે;
એની શરૂઆત ગૂંચવાઈ ગઈ છે;

છેડો ય નથી જડતો મને તો હવે;
મારી હર રાત ગૂંચવાઈ ગઈ છે.

મળતા નથી, જુદા ય થતા નથી;
એક મુલાકાત ગૂંચવાઈ ગઈ છે.

પહોંચશે કેવી રીતે મંજિલે એની?
સમણાની બરાત ગૂંચવાઈ ગઈ છે.

આયનાએ જકડી રાખ્યો છે મને;
ત્યાં મારી જાત ગૂંચવાઈ ગઈ છે.

એ ધરમ કરમને શું કરવું યાર?
જેમાં સૌ જમાત ગૂંચવાઈ ગઈ છે.

કબરમાં ય આંખો ખૂલી રહી ગઈ;
મારી તો નિરાંત ગૂંચવાઈ ગઈ છે.

મહેફિલ ન સમજી શકી નટવર;
તારી રજૂઆત ગૂંચવાઈ ગઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું