રવિવાર, 7 ડિસેમ્બર, 2014

આવો..

સનમ,તમે હવે કોઈ નવા જ ઘાવ લઈને આવો;
એ કેવી રીતે ન રૂઝાય એ સુઝાવ લઈને આવો.

તમારી હર ફરિયાદ સાંભળી કરી છે એ મેં પૂરી;
ચાલો,  હવે મારા વિશે નવી રાવ લઈને આવો.

છલકાવી બેઠો છું હું બન્ને કાંઠે નદી આંસુઓની;
તમારા અધૂરાં અરમાનોની નાવ લઈને આવો.

રમતા રમતા રમીશ, ગમતા ગમતા ગમીશ હું;
તરછોડી સૌ અભાવ, થોડો લગાવ લઈને આવો.

મેં ક્યાં કદી વધારે માંગ્યું છે તમારી પાસે કહો;
બસ તમે તમારા દિલનો સરપાવ લઈને આવો.

બહુ તપ્યો છું તમારા વિરહની આગમાં હરદમ;
હવે તમારા ઘૂંઘરાળા કેશની છાંવ લઈને આવો.

ઘટમાળમાં જીવી જિંદગી કંટાળ્યો છે હવે નટવર;
ઓ સનમ, તમે હવે કોઈ બદલાવ લઈને આવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું