શનિવાર, 6 ડિસેમ્બર, 2014

યાદી છે...

વાત એક સાવ સીધી સાદી છે;
મન તને યાદ કરવા આદી છે.

સાચવજે સનમ મારા સપનાંને;
તૂટી જશે એ સાવ તકલાદી છે.

તને જાણ નથી સનમ,તું શું છે;
મારા માટે તું એક સેહજાદી છે.

તારા વિના જીવવાનું ય કેવું?
શ્વાસ લેવો ય એક બરબાદી છે.

સનમ, કહી દે મને તું કોણ છે;
વાદી છે કે પછી પ્રતિવાદી છે?

મને ચાહે ન ચાહે તારી ઇચ્છા;
મારું તને ચાહવાનું અનાદિ છે.

મળતા મળતા મેળ પડી જશે;
પોત તારું રેશમી,મારું ખાદી છે.

મળી છે જ્યારથી તારી નજર;
બસ, આબાદી જ આબાદી છે.

શું છે નટવરની આ કવિતાઓ?
લીલીછમ લાગણીની યાદી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું