શનિવાર, 14 જૂન, 2014

શું છે?

આ કાલ પરમ અને આજ શું છે?
આ વહેતા વખતનો ઇલાજ શું છે?

લોહી એક સરખું વહે છે સહુમાં;
તો જુદા  જુદા સહુ સમાજ શું છે?

ખુદા તો હર જગાએ હર ઘડી છે;
પછી  નક્કી સમયે નમાજ શું છે?

મૌનના પડઘાઓ સાંભળ્યા છે મેં;
તો ગુસપુસ થતો અવાજ શું છે?

દરબદર ભટકતો કરી દે માણસને;
નવા નવા આ રસમ રિવાજ શું છે?

હર હસીન ચહેરા પર એક નકાબ;
નકાબ તળે લપાયેલ લાજ શું છે?

મોહની માયા છે આપણી જિંદગી;
તો પછી માયાની મોહતાજ શું છે?

રેતીમાં હંકારી અમે નાવ ઇશ્કની;
કિનારે ડૂબ્યું જે એ જહાજ શું છે?

સહુ કેદ છે પોતપોતાનામાં નટવર;
હર કોઈ જે ચાહે એ સ્વરાજ શું છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું