શુક્રવાર, 29 નવેમ્બર, 2013

ગરબડ છે...

જરૂર ક્યાંયને  ક્યાંક કંઈક તો ગરબડ છે;
હું કોણ એમનો, ન તો મને કોઈ સગડ છે

ધ્યાનથી જોયું ત્યારે  જ ખબર પડી મને;
 આયના પર નહીં મારા ચહેરા પર તડ છે.

ન રાખ્યો એમણે મને ઘરમાં, ન નજરમાં;
દિલમાં એમના રહેવાની થોડી સગવડ છે.

દુવિધામાં રહે  મારા વિશે એઓ આજકાલ;
દિલમાં તો ‘હા’ છે ને હોઠો પર ‘હડ હડ’ છે.

ટકી રહે છે સંબંધો જે સુંવાળા મુલાયમ છે;
તૂટી જાય છે એ સંબંધ જે બહુ જ બરડ છે.

એમ તો કહેવાય દોસ્ત કે મન ચંચલ છે;
પણ પ્રેમમાં પડેલ મન જરૂર થોડું જડ છે.

એમને તો હોય બધું જ આહિસ્તા આહિસ્તા;
અને આપણું તો યાર,બધું જ તડ ને ફડ છે.

દિલમાં દરદ સાથે હસતો રહે છે મહેફિલમાં;
દોસ્ત મારા, એ આદમી તો ખરેખર ભડ છે.

અમરવેલ આજ બરાબર વીંટળાયને ભેટી છે;
એથી આજકાલ વનમાં બહુ ખુશ એક થડ છે.

ગયા છે જ્યારથી સનમ છોડીને,  તરછોડીને;
આ નટવર જાણે  જીવતું જાગતું એક ધડ છે.

(બાય ધ વે, અમરવેલ પરોપજીવી હોય છે. થડ કે એને આધાર આપનાર વનસ્પતિમાંથી રસ ચૂસી જીવે છે. અને એટલે જ અમરવેલ કહેવાય છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું