શનિવાર, 10 ઑગસ્ટ, 2013

ઇશ્કની આબરૂ...

ગમે તેમ તો ય એમણે સાચવી લીધી મારા ઇશ્કની આબરૂ;
ન મળ્યા હકીકતમાં લોક લાજે,સપનાંમાં રોજ મળે છે રૂબરૂ.

હોઠોથી કહેવાની વાતો કહી નથી શકાતી સાવ સહજ ક્યારેક;
ત્યારે જ થઈ જાય છે આંખો આંખોમાં મસ્ત મજાની ગુફ્તગૂ.

એક વાર એક હસીન ચહેરાને એક નજર નિહાળતા જ દોસ્ત;
લાખો પારેવા આ ઘાયલ દિલમાં કેમ કરવા લાગે છે ગુટરગૂ?

આ આયનાને કોની નજર લાગી ગઈ છે કોઈ તો ઉતારો એ;
જેવો છું એવો હું કેમ હવે એમાં નથી દેખાતો એકદમ હૂબહૂ.

જીવતા જીવતા એમ જ જીવાય જાય છે સહુ કોઈથી નટવર;
પુરી થઈ જાય જિંદગી, બસ નથી પુરી થતી સુખની જુસ્તજૂ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું