મંગળવાર, 9 જુલાઈ, 2013

બલમા...

આપ જો આજ રીતે સાથ આપતા રહેશો બલમા;
હસતા હસતા સહી જઈશ જિંદગીભર હર સદમા.

મળ્યા તોય હોઠ તમારા ન ઓળંગી શક્યા સીમા;
ને અમે તરસતા તડપતા રહ્યો અમારી જ હદમાં.

આપના માટે જ સાચવી સાચવીને રાખ્યું છે એને;
વેતરી દો હવે મારા દિલને યોગ્ય લાગે એ કદમાં.

કર્યા’તા કેટલાં વાયદા ફરી મળવાના તમે મને;
ન તો આપ આવ્યા કદી સુદમાં,ન આવ્યા વદમાં.

કરો જો નક્કી તો આપ બધું જ કરી શકો એમ છો;
જરૂર ક્યાંક તો ખોટ રહી ગઈ તમારા મકસદમાં.

જીવતો હતો ત્યારે ન’તી કરી કદર નટવર કદી;
જુઓ હવે એ જ સૌ બની ડાઘુ આવ્યા છે મદદમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું