બુધવાર, 12 જૂન, 2013

સાવ છેતરીને.....

ગયા છે જે સનમ મને સરળતાથી સાવ છેતરીને;
બેઠો છું નિરાંતે કાળજા પર એમનું નામ કોતરીને.

આખે આખો ભવસાગર પાર કર્યો યાદોના સહારે;
આજે પડી ખબર, કિનારે ડૂબ્યો હું સમુંદર તરીને.

દિલ આપ્યું હતું એમને મેં સાચવવા, ન સાચવ્યું;
પરત કર્યું એમના મનપસંદ આકારમાં વેતરીને.

વસાવ્યા છે મેં એમને મારી આંખોના બે દર્પણમાં;
એમણે ન જોયું મારી આંખોમાં એક વાર ઊતરીને.

તુ ય ગૂંચવાઈ જશે ભગવાન તારી જ દુનિયામાં;
જોઈ લે તુ પણ એકવાર તો અહિં પુનઃ અવતરીને.

કરી હતી ક્યારેક મદદ જે જે યાર દોસ્તને નટવર;
ચુપચાપ એ જ સરકી જાય છે હવે નજર ચાતરીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું