રવિવાર, 9 જૂન, 2013

નથી....

મને મળવાનો એને બહુ હરખ નથી;
કારણકે મારી એને પુરી પરખ નથી.

જેવો છું એવો જ હું નજરે આવું છું;
મારા પર સોનાચાંદીનો વરખ નથી.

શોધશો તો પ્રભુ મળી જશે દિલમાં;
કહેવાતો પ્રભુ કંઈ સાવ અલખ નથી.

આપણા સંબંધ ય એવા છે સનમ;
આંગળીથી અલગ કંઈ નખ નથી.

આપણો પ્રેમ જો અમૃત હોય સનમ;
તો જૂદાઈથી ઝેરી કોઈ વખ નથી.

સનમ તારા દિલમાં વસે છે નટવર;
તારાથી અલગ થવાનો કરખ નથી.

(કરખ=દુ:ખ શોક; સંદર્ભ ગુજરાતી લેક્સિકોન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું