શુક્રવાર, 9 નવેમ્બર, 2012

કરે છે..

આજકાલનો માણસ ય કમાલ કરે છે;
લાગણીઓનો ય એ ઇસ્તેમાલ કરે છે.

પ્રતિબિંબનો સાથ માંડ માંડ છોડાવ્યો;
તો હવે આ પડછાયા ય વહાલ કરે છે.

મારા દુશ્મનો ય જ સાચવ્યો છે મને;
કમબખ્ત દોસ્તો જ બુરા હાલ કરે છે.

રડવાથી કશુંય નથી થતું યાર મારા;
એથી હસીને દોસ્તો મલાલ કરે છે.

આંખ મારી ફરકી જાય છે વારે વારે;
દૂર દૂર કોઇ તો મારો ખયાલ કરે છે.

મેં તો કહ્યું તને પ્યાર કરું છું હું તો;
ને તો ય કેમ તું આંખો લાલ કરે છે?

દિલ મારું તો સાવ બાળક જેવું છે;
સાવ અમસ્તુ એ ય ધમાલ કરે છે.

કેવી રીતે આપે જવાબ નટવર તને?
સનમ,તું ય કેવા કેવા સવાલ કરે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું