સોમવાર, 5 માર્ચ, 2012

ખબરઅંતર


ધીરે ધીરે બે દિલો વચ્ચે કેમ વધી ગયું અંતર?
મળ્યા એઓ સામે, ન પૂછ્યા મારા ખબરઅંતર.

એક એવો ય હતો પ્રેમયુગ અમારા વચ્ચે કદીક;
એકમેકને એકમેક વિના ચાલતું ન હતું સદંતર.

વસી ગયા આંખોથી ઊતરી સીધા એઓ દિલમાં;
બસ તું પ્રભુ જોજે ન થાય એઓ ત્યાંથી છૂમંતર.

છે નાનકડું સાવ મુઠ્ઠી જેવું પણ એના ખેલ કેવા?
દિલ તે દિલ છે કે જાણે કોઈ જાદુઈ જંતરમંતર?

એક થઈને રહે બે દિલ મળેલા સાથે સદા માટે;
દુનિયાના બહેરાં કાનમાં ફૂંક  કોઈ એવો મંતર.

પ્રેમમાં પડીને શું થાય,શું ન થાય કેમ સમજાય?
સમજતા સમજતા સમજાય છે બધું બખડજંતર.

એમની હસીન રાહમાં,એમની નશીલી નિગાહમાં;
દુઆ કરો ઓ મિત્રો, લખતો રહે નટવર નિરંતર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું