શનિવાર, 3 માર્ચ, 2012

મસ્ત

એની અદાઓ જ છે એવી મસ્ત;
હું થઈ ગયો એનો સાવ પરસ્ત.

એના ચાંદલામાં ઊગે મારો સૂર્ય;
ને અફીણી આંખોમાં થાય અસ્ત.

એના અધરોથી પિવડાવી અમૃત;
બનાવી દે એ તો મને અલમસ્ત.

મને યાદ કરતી રહે હર પળ એ;
હોય ભલે એ ગમે એટલી વ્યસ્ત.

એ મોત ય કેવું હસીન હશે મારું!
આખરી ક્ષણે હાથમાં એનો હસ્ત.

એની નજરનું જાદુ ય છે એવું;
મડદામાં ય વહેવા  લાગે રક્ત.

એના વિના ય જીવન હોય કેવું?
લાખ લાખ  લોકમાં રહું વિરક્ત.

આપ્યું છે તો જતનથી સાચવશો;
છે મારી પાસે એક જ દિલ ફક્ત.

પ્રેમનો પૂજારી હું,આશિક દિવાનો;
દિલદારોનો નટવર તો છે ભક્ત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું