શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

મારી Desire

મારા જેવા એક સીધા સાદા શખ્સને બનાવી દીધો શાયર;
બસ હરદમ એમના વિશે લખતો રહું એ જ છે મારી Desire.

નાજુક નમણી એમની અદા, મનમોહીની છે એમની છટા;
સ્પર્શ એમનો એવો જાણે પકડી ન લીધો મેં જીવતો Wire!

હું ન જીવતો રહું, ન મરી શકું, ન બળી શકું એમાં હું કદી;
જલતો રહું હરદમ, દિલમાં દોસ્ત કેવો સળગે છે આ Fire?

સાચવ્યું ન સચવાય કદી, એક યુવાની, બીજું પાગલ હૈયું;
સાચવ્યું બહુ તો ય એઓ કરી જ ગયા હૈયું મારું Acquire.

લખતા લખતા હું ય શિખી જઈશ કંઈક વધુ સારું લખતા;
બસ આમ જ સનમ. હરદમ કરતા રહેશો દિલને Inspire.

જનમ જનમનો સાથ આપણો,છે ભવોભવનો પ્યાર આપણો;
લીલીછમ લાગણીથી રાખીશું તાજો, ન થાય કદી એ Expire.

નથી પ્યાર નટવરનો બનાવટી,નથી એમાં કોઈ છળ કપટ;
દિલની વાત સમજો દિલથી, દિલથી કરું તમને હું Admire.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું