સોમવાર, 5 એપ્રિલ, 2010

છું.

તમારી યાદોનું તોરણ બારણે લટકાવી બેઠો છું.
તમારા ગયા બાદ સમયને અટકાવી બેઠો છું.

મળ્યા કરતા હતા જે નદીના કિનારે ક્યારેક
એ નદીના જળમાં મારા આંસું વહાવી બેઠો છું.

કંઈ નથી મારી પાસે;નથી હવે કોઈ મારી સાથે
પ્રિયે,તમારા માટે મારૂં તૂટેલ હૈયું લાવી બેઠો છું.

અંધારૂ  થઈ ગયું હવે આ સુર્ય ઊગ્યા બાદ
રોશની માટે ઝુંપડી મારી સળગાવી બેઠો છું!

તમે આપેલ ઝખમો ન રૂઝાય જાય કદી સનમ
એથી ‘નટવર’ એના પર હું મીઠું લગાવી બેઠો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું