ગુરુવાર, 10 ડિસેમ્બર, 2009

તક ન મળી.

લાગણીઓના  સોફ્ટવેરમાં   ડાઉનલૉડની કોઈ લિંક ન મળી.
માગણી માગણી મળી, જિંદગી રિસ્ટાર્ટ કરવાની તક ન મળી.

લોગ ઓન તો ઘણા થયા ને થશે એક સાથે આ માનસપટ પર
બસ,કોઈને ય નાજુક ‘હાર્ડ’ડ્રાઈવમા સેવ કરવાની તક ન મળી.

સનમનો ઈમેઈલ આઈડી ખોટો કે પછી મારી કોઈ ભુલ થાય છે.
ડ્રાફ્ટ તો ઘણા ય સાચવ્યા છે,મને એ સેન્ડ કરવાની તક ન મળી

આ તુટેલ દિલની બેટરી હવે રિચાર્જ કરવા દે પ્રભુ તું કોઈ વાર
જેને ચાહ્યા જિંદગીભર એની સાથે જ કનેક્ટ થવાની તક ન મળી.

નયનોના પ્રિન્ટરમાં આસુંના ઈન્કની કાર્ટિજ સાવ ખાલી થઈ ગઈ
સનમ, તારી રાહમાં લખેલ આ કવિતા પ્રિન્ટ કરવાની તક ન મળી

(સુશ્રી લતાબેન હિરાણીએ લખેલ કવિતાના પ્રતિભાવ આપતા સ્ફૂરેલ વિચારો)

2 ટિપ્પણીઓ:

  1. શ્રી નતવરભાઈ,પ્રથમ તમારા કિલ્લોલને અભિનન્દન...

    આ તુટેલ દિલની બેટરી હવે રિચાર્જ કરવા દે પ્રભુ તું કોઈ વાર
    જેને ચાહ્યા જિંદગીભર એની સાથે જ કનેક્ટ થવાની તક ન મળી.
    ખુબ સુંદર કાવ્યરચના, આ પંક્તિ બહુ ગમી..સાવ સાચી વાત કરી કે દિલની બેટરી ચાર્જ કરવી પડે છે અને તેની શોધ માંગ હમ્મેશ માનવમનને રહે છે..લખતા રહો ઇક્લ્લોલ કરતા રહો દિલની વાતો ઠાલવતા રહો..બેટરી વપરાશે તો ચાર્જર ય મળી રહેશે નહિ તો અલ્ટીમેટ તો છે જ,... પિતાહમસો જગતઃ માતાધાતા પિતામહ...

    જવાબ આપોકાઢી નાખો
  2. નટવરભાઇ, પ્રતિભાવમાં કવિતા લખવાનું તમને સારું ફાવે છે. અને એમ કરતાં સરસ રચના થઇ છે.. આવા ધક્કા વગર જ ગાડી ઓટોસ્ટાર્ટમાં મુકી દો !!! ફૂલસ્પીડે દોડશે..

    લતા હિરાણી

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું