મંગળવાર, 24 નવેમ્બર, 2009

યાદનો દરિયો


દરિયો એની બે આંખમાં ક્યાંક ડૂબેલો
હું તો રાહ જોતો રહ્યો અહિં ક્યાંક ભેલો

યાદનો દરિયો ને રિસાયેલ મારો ખલાસી
તોફાનનાં મોજાંને રહ્યો એ ક્યાંક તપાસી

હૈયાનું હલેસું ને તરફડતા તનની છે હોડી
તારા પરત આવવાની આશ હજુ છે થોડી.

રસ્તો,મુસાફર ને તડકો-છાંયો આવે જાય
પ્રવાસ તે આમ કંઈ અડધે રસ્તે છોડાય?

સનમના સાથની રહી ગઈ છે એક તરસ
પળ પણ એના વિના વિતે કે જાણે વરસ

સૂકી નદીની જેમ આ જીન્દગી વહેતી રહી
ન સાંભળ્યું મેં કદી એ શું મને કહેતી રહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું