ગુરુવાર, 12 નવેમ્બર, 2009

મળે


મળે

માંગો કદી તમે ઘુઘવતો દરિયો ને રણ મળે
બેસો સમી સાંજે એકલા ને યાદોનું ધણ મળે.

ઉથલાવ્યા કરો જીન્દગીની કિતાબના પાના
ને સાવ અચાનક ખોવાયેલું પ્રેમપ્રકરણ મળે.

તરસ્યા દોડ્યા કરો મૃગજળની પાછળ કદી
ત્યાં જ તમને પાણી પીતું કોઈ હરણ મળે.

અંધારાની પડવા માંડે આદત આ આંખોને
માંડ ત્યારે ખોવાયેલ સુરજની રજકણ મળે.

જીન્દગીના વિતેલ વરસોનો મેળવો જો તાળો
ક્યાં મળે ઠાલી સમજણ કે પછી ઘડપણ મળે

માણી લો નટવર હર પળ ખુશી ખુશી જે મળી
ન   જાણે કઈ  પળે તમને શોધતું  મરણ મળે 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું