ભરી મહેફિલમાં આ કેવી ઉદાસી છે ?
આવી જા અહિં તારી ખોટ ખાસી છે.
આપી દે પળભરનો નજારો તારો મને
નજરો મારી ભવોભવની પ્યાસી છે.
લાગે મને તું જનમો જનમની સાથી
ભલે તું પળભરની મારી પ્રવાસી છે.
હું તો ચાહું પળોપળ તારો સહવાસ
તું કેમ મારાથી આમ દુર નાસી છે?
છોડીને તને ક્યાં જાય ‘નટવર’ હવે?
તારા ચરણોમાં એના મથુરાને કાશી છે.
આપી દે પળભરનો નજારો તારો મને
જવાબ આપોકાઢી નાખોનજરો મારી ભવોભવની પ્યાસી છે.
Wah Natvarbhai..palbhar no najaro..sunder rachanaa Che..Gazal ni baani Chhe ..I want to read your Bunty in good time...