શનિવાર, 6 જૂન, 2009

છે...

જ્યાં સુધી હૈયામાં ધકધક છે

આ જીવન એ એક રકઝક છે।


સમય જાણે શું છે કોને ખબર

ઘડિયાળમાં થતી ટકટક છે।


બારણા ખુલ્લા રાખું હું હરદમ

તારી આવવાની અટકળ છે।


પહોંચે છે તારી યાદોના ડાળે

મન મારૂં તોફાની મરકટ છે।


જીવે કેવી રીતે હવે નટવર’?

જીવવામાં ઢગલો ખટપટ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું