રવિવાર, 5 ઑક્ટોબર, 2008

તું....

શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું

જાગતી રાતો ને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું

કરું છું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું

કેમ કરી જીતુ હું બાજી પ્યારની
તારી પાસે તો છે હુકમનું પાનું

કરીએ પ્યાર આપણે સાવ સાચો
તો પછી દુનિયાથી શું ડરવાનું ?

‘નટવર’ તો જીવે છે તારા માટે
તારા વિના જીવું તો કેવું જીવવાનું ?

8 ટિપ્પણીઓ:

  1. Dear Dad,
    I am very glad that having your own Blog for Poems/Gazals, too
    You are right and completely agree with you on "દિલની વાતોમાં વ્યાકરણ ના આવે..દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ.."
    You do not require Grammar for the Heart- Talk.
    Please keep writing and surprising us. I love you.

    Shweta(Sanam) Mehta-Topiwala

    જવાબ આપોકાઢી નાખો
  2. "દિલની વાતોમાં વ્યાકરણ ના આવે..દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ.." વાત સાવ સાચી છે... અને હું પણ આમ જ કહેતી હતી લગભગ 2-3 વર્ષ પહેલાં અને કહેતી હતી કે હવે પાકે ઘડે છંદના કાંઠા મને નહીં જ ચડે... પરંતુ એક સહૃદયી મિત્રએ પહેલાં આંગળી પકડી અને પછી મને છંદની ગલીમાં ભટકાવી દીધી. જ્યારે દિલની એ વાતને શબ્દોનું રૂપ આપવામાં આવે તો એને શણગારવી જરૂરી છે. અને એ મિત્રએ મને કહેલું એ મુજબ એકવાર છંદ આવડી જાય પછી વિચારો પણ છંદમાં જ આવે છે. અને શબ્દો આપોઆપ એની મેળે છંદમાં ને લયમાં ગોઠવાઈ જાય છે... છાંદસ પંક્તિરૂપે. અને આ મેં જાતે અનુભવ્યું છે. નિયમિત લખવાના શોખની સાથે ગુણવત્તાવાળું લખવાનો મોહ પણ આપણે રાખવો જરૂરી છે, ખાસ કરીને આપણા મહાન ગુજરાતી સાહિત્ય માટે... અને એને માટે છંદ જો શિખી લેવામાં આવે તો તમારી કવિતાઓ આપોઆપ જ ગઝલ બની જશે. એમ પણ તમારી કવિતાઓ જોતા લાગે છે કે તમારા આંતરીક લયને લીધે એ છંદની ઘણી નજીક છે એટલે તમારે વધારે પ્રયત્ન નહીં કરવો પડે છંદ શીખવામાં. ડૉ.રઈશ મનીઆરનું એકદમ સરળ પુસ્તક 'ગઝલ: રૂપ અને રંગ' પ્રાપ્ત કરી લેશો તો શીખવાનું ઘણું જ સરળ બની જશે.

    વધુ પડતુ લખાઈ ગયું હોય તો માફ કરશો... આ તો તમારી કવિતામાં મને તણખાં દેખાયા એટલે મારા અનુભવની વાત સાથે વણમાગી સલાહ આપી દીધી...! અસ્તુ. :-)

    ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક અભિનંદન...!
    અને બ્લોગની સફળતા માટે અંતરની શુભેચ્છાઓ...!

    જવાબ આપોકાઢી નાખો
  3. Dear Natvarbhai,
    iam so happy, and your` poems, gazals and Varta are realy good, i can say
    TARIF KARU KYA UNAKI JISNE TUMHE BANAYA !!!
    Congretulation and go ahead.

    Manhar Vapiwala

    જવાબ આપોકાઢી નાખો
  4. Natverlal
    I have visited your Blog and read your "Trijo Janm".Its a very heartfelt story.Congratulation for having your own Blog.I am sure people will enjoy reading it.
    Hasmukh Bulsara

    જવાબ આપોકાઢી નાખો
  5. Realy very nice.Some times I was thinking that"what will happen after our 'sahitya ratna'gone,to our Gujarati sahitya.But I am wrong.After reading your sahitya,I think it,s still alive.
    Thanks.
    Girish Parikh

    જવાબ આપોકાઢી નાખો
  6. આદરણીય નટવરભાઈ
    દિલની વાત જ કરો છો પછી તમે બીજી ચિંતા શા માટે કરો છો? બ્લોગ આપણી અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. બસ,લખતા રહો કવિતા જામતી જશે.

    કમલેશ પટેલના

    પ્રણામ

    http://kcpatel.wordpress.com
    શબ્દસ્પર્શ

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું