લેબલ ખયાલી... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ખયાલી... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 24 ડિસેમ્બર, 2017

ખયાલી...

હાથમાં મારા છે જે જામ ખાલી !!
કરી દીધો એણે જ મને ખયાલી !

એ જ કેમ દરદ વધુ આપી જાય ?
હોય વ્યક્તિ જે આપણને વહાલી !

બહુ સાચવ્યું તોય મને ઠગી ગઈ !
લાગણી છે જ જનમજાત મવાલી !

મને મારે સાવ સસ્તામાં વેચવો છે !
કરી રહ્યો છું હવે હું જ મારી દલાલી!

કદી દોડે, કદી અટકે, કદી એ પટકે!
આ સમય પણ ચાલ ચાલે મતવાલી!

મળશે મને પણ એક દિ દામ એના!
વટાવવી છે મારેય થોડી નોટ જાલી!

સમજાતા સમજાતા સમજાશે નટવર!
પ્યારમાં તો બસ, મળે છે પાયમાલી!

મંગળવાર, 17 મે, 2016

ખયાલી...

ચાલ ચાલે જ્યારે યાર એ મતવાલી;
આવે મારા બંજર દિલમાં હરિયાલી.

સમય ધીમો ચાલે એના ગયા બાદ;
હવે શું કરે એમાં બચારો ઘડિયાલી?

એનાં ખયાલોમાં ખોવાયેલ રહું સદા;
લોકો ભલેને કહેતા રહે મને ખયાલી.

જામ જિંદગીનો ગળતો રહ્યો હરહમેશ;
સાકી, નથી કર્યો મેં એને કદી ખાલી.

ઘૂંટ એકાદ ઊતરે ગળેથી ધીમે ધીમે;
એમ ચહેરા પર મારા આવે છે લાલી.

દિલ તો દિલ છે, આ દિલનું શું કરવું?
વખત કવખત થઈ જાય સાલું મવાલી.

એવું કેમ થઈ જાય અચાનક કોણ જાણે?
સાવ અજાણી વ્યક્તિ થઈ જાય વહાલી!

કળથી કામ લેતો રહેજે નટવર એનાથી;
લીલીછમ લાગણી પણ હોય શકે જાલી.