મંગળવાર, 26 ડિસેમ્બર, 2017

લખી દે...

ભાવિ મારું સનમ, તું તારા હાથે સરસ લખી દે!
અને પછી મારા નામે તારી બધી તરસ લખી દે!

લઈ લે બધો જ ઉજાસ મારી ઘનઘોર રાતનો!
અને મારા ખાતે દિવસનું તારું તમસ લખી દે!

ધીરેધીરે ઉમીદ થઈ રહી છે ઓછી જીવવાની!
આંગળી મારી પકડી જીવવાની ધગશ લખી દે!

હું ક્યાં કદી માંગું છું આખી જિંદગી તારી પાસે!
સુની મારી જિંદગીમાં તારો એક દિવસ લખી દે!

હું તને ચાહું છું વધારે કે તું મને ચાહે છે વધારે!
જવાબ ગમે હો, ઇશ્કમાં બસ,એ બહસ લખી દે!

તને જિંદગીભર ચાહતો રહીશ ભવોભવ હું આમ!
તારી કિસ્મતમાં વિવશ,મારામાં પરવશ લખી દે!

જીવતા જીવતા જીવી રહ્યો તારા પર મરીને હું !
કોરી કોરી જિંદગીમાં જીવનનાં નવરસ લખી દે!

નાહક સાવ બદનામી વહોરી છે નટવરે ઇશ્કમાં!
તારા કોમળ કરે નસીબમાં થોડોક જશ લખી દે!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું