ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

રાખું છું...


હૈયામાં હામ રાખું છું ને સાગરનું જામ રાખું છું !
હું છું જ એવો,બસ, કામ સાથે કામ રાખું છું !!

થતા થતા મશહૂર થઈ ગયો છું દુનિયામાં હું !
કેમકે, સાથ હું દોસ્ત થોડા બદનામ રાખું છું !!

છે ઇશ્ક મારો એટલી મહેરબાની ખુદાની યાર !
સનમ પાસે રાધા, સાથ મારી શ્યામ રાખું છું !!

ન માનો કે આવી પરદેશ ભૂલી ગયો વતનને !
મારા દિલના એક ખૂણામાં મારું ગામ રાખું છું !!

કરતો નથી કદી મંજિલની ફિકર સર-એ -રાહ !
કદમ તળે યારા, હું મારા હરેક મકામ રાખું છું !!

દિલથી સદા સાફ છું, ખુદ હું જ મારો ઇન્સાફ છું !
યારી હોય કે દુશ્મની, હું સર -એ-આમ રાખું છું !!

થોડાં દુઃખ, થોડાં સુખ, કેટલાંક આંસુ, થોડાં ગમ!
અમુક જખમ,તમુક મલમ, હું એ તમામ રાખું છું !!

લખતા લખતા જ નથી લખાતી ગઝલ નટવર !
લખું જે જે ગઝલ હું, એમાં મારું નામ રાખું છું !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું