ખબર નથી પડતી  મને હવે શું લખવું આગળ;
ખયાલો સાથે શબ્દ પણ કરવા લાગ્યા છે છળ. 
આપવા હોય  એટલાં જખમ આપો તમે સનમ;
ગમે એવા દરદને  ઓગાળી દેશે મારા અશ્રુજળ.
ઉમડઘુમડ કર આઈ રે ઘટા,
જળ લાઈ રે ઘટા;
કોણ જાણે હવે કઈ છત પર જઈ વરસશે વાદળ. 
બે કજરારે નયનોનાં કામણ કેવું કામ કરી ગયા?
ખબર ન કોઈને પડી ક્યારે ગાલે રેલાયું કાજળ?
નિશાય રાતભર રડતી રહી હશે પ્રભાતની રાહમાં;
સવારે સવારે એટલે જ પુષ્પો પર હોય છે ઝાકળ.
ન છે અતો,ન કોઈ
પતો, નથી પાસે
ખરું સરનામું;
કયા સરનામે લખવો હવે મારે સનમ, મને કાગળ? 
જે છે એ આજ છે નટવર,આજની વાત
કરવી રહી;
કાલે શું થશે કોણ જાણે? ખોટી પડે છે હર અટકળ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું