શનિવાર, 24 ઑગસ્ટ, 2013

એની અસરમાં...


આવી ગયો છું જ્યારથી એની અસરમાં;
મને ગમતું નથી ત્યારથી મારા ઘરમાં.

જાણે એની નજરે મારી નજરને શું કર્યું !
એના સિવાય બીજું કંઈ ન આવે નજરમાં.

જ્યાં જ્યાં પડ્યાં પાવન પગલાં એનાં;
ત્યાં ત્યાં ઉપવન ખીલી ઊઠ્યા બંજરમાં.

હવે હું પડું તો સહારો ન આપશો દોસ્તો;
સર-એ-રાહ ખાધી છે ઠોકર હર ડગરમાં

આ શ્રધ્ધા ય ગજબની કરામત કરે છે !
ટીલાં ટપકાં કરી જાન પુરી દે પથ્થરમાં.

જાણે આજે કોની કોની શામત આવી છે.
નકાબ પહેરી ફરે છે કયામત નગરમાં.

ક્યારેક તો એ ચાદર ચઢાવવા આવશે;
યારો, એકાદ બારી રાખશો મારી કબરમાં.

ન પૂછો યારો, નટવરને શું છે નવાજૂની?
જીવની આખી સુણાવી દેશે એ ખબરમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું