ઝૂકી ગયો દોસ્ત, હું તો એમના સન્માનમાં;
અને એઓ સમજ્યા હું નથી રહ્યો ભાનમાં.
ન માંગ્યું એમણે, ન માંગશે એઓ કદી પણ;
તો ય મેં તો આપી દીધું દિલ મારું દાનમાં.
અગર પ્રભુ કહે મને માંગ માંગ આપું હું તને;
હું તો સંગાથ એમનો માંગી લઉં વરદાનમાં.
આવીને ઘરે, ઠુકરાવીને ચાલ્યા ગયા એઓ;
ન જોયું, છબી એમની રાખી છે દેવસ્થાનમાં.
ટહુકીને કર્યા છે વધામણાં વસંતના કોયલે;
અને વગડો આખેઆખો આવી ગયો તાનમાં.
ઘરની ભીંતો ય મારી સાથે વાતો કરે છે હવે;
છું હું એકલો એ કોણ કહી ગયું એના કાનમાં?
કહેવા જેવું કંઈ જ રહ્યું નથી દોસ્ત મારા વિશે;
સમજી જાને ઓ દોસ્ત, હવે તું ય એ સાનમાં.
ન કર ફિકર નટવર ભૂતકાળની,ન ભવિષ્યની;
દરેકે અહિં જીવવું પડે છે બસ આ વર્તમાનમાં.
અને એઓ સમજ્યા હું નથી રહ્યો ભાનમાં.
ન માંગ્યું એમણે, ન માંગશે એઓ કદી પણ;
તો ય મેં તો આપી દીધું દિલ મારું દાનમાં.
અગર પ્રભુ કહે મને માંગ માંગ આપું હું તને;
હું તો સંગાથ એમનો માંગી લઉં વરદાનમાં.
આવીને ઘરે, ઠુકરાવીને ચાલ્યા ગયા એઓ;
ન જોયું, છબી એમની રાખી છે દેવસ્થાનમાં.
ટહુકીને કર્યા છે વધામણાં વસંતના કોયલે;
અને વગડો આખેઆખો આવી ગયો તાનમાં.
ઘરની ભીંતો ય મારી સાથે વાતો કરે છે હવે;
છું હું એકલો એ કોણ કહી ગયું એના કાનમાં?
કહેવા જેવું કંઈ જ રહ્યું નથી દોસ્ત મારા વિશે;
સમજી જાને ઓ દોસ્ત, હવે તું ય એ સાનમાં.
ન કર ફિકર નટવર ભૂતકાળની,ન ભવિષ્યની;
દરેકે અહિં જીવવું પડે છે બસ આ વર્તમાનમાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું