લેબલ અસર... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અસર... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 19 એપ્રિલ, 2015

અસર...

છે એટલી તો અસર મારી આ આંહોમાં;
સમાવી દેશે એઓ મને એમની બાંહોમાં.

જ્યારે જ્યારે ત્યાં નજર કરી છે મેં યાર;
ચહેરો દેખાય મારો એમની નિગાહોંમાં.

હો શકે તો ખુદા માફ કરજે તું મને હવે;
સજદા કર્યા સનમનાં નામે ઈદગાહોમાં.

એમના ઇશ્કની આ કેવી થઈ છે અસર?
એમના જેવા સૌ દેખાય જે મળે રાહોમાં.

એ જ બહુ દરદ આપશે એક દિવસે યાર;
એક હદથી વધી કદીય કોઈને ચાહો મા.

કોઈની યાદનાં તણખલાનાં સહારે સહારે;
તરી રહ્યો છે નટવર સમયના પ્રવાહોમાં.